Breaking

શનિવાર, 7 ડિસેમ્બર, 2024

Udise+ Appar Id Generate

 

Udise+ Appar Id Generate

સૌ પ્રથમ udise+ વેબસાઈટ ટાઇપ કરી સર્ચ કરશો..તેમાં ત્રણ પ્રકારના મોડ્યુલ જોવા મળશે.

UDISE+ Student Module

UDISE +Teacher Module

UDISE+ Profile & Facilities

આપણે સૌ પ્રથમ Login for All Modules ક્લિક કરી તેમાંStudents Module સામે આપેલ ડ્રોપ ડાઉનમાં Gujarat state સિલેક્ટ કરી Go કરવાથી

Login for GUJARAT



user ID માં school dise Code(11 અંક)અને

પાસવર્ડમાંતમને ટેક્સ મેસેજથી મળેલ પાસવર્ડ

તેમજ કેપ્ચા કોડ દાખલ કરી લોગીન કરતા તમારી શાળાનું લોગીન જોવા મળશે.

પાસવર્ડ ભૂલી ગયો હોય તો ?

આઈડી અને પાસવર્ડની નીચે Forgot Password? કરવાથીનવું પેઈજ ખુલશે. તેમાં User ID અને રજીસ્ટર મોબાઈલ નંબર દાખલ કરશો. તેમજ કેપ્ચા દાખલ કરી Verify કરવાથી તમારા ટેક્સ મેસેજ બોક્સમાં નવો પાસવર્ડ આવશે. તે ઉપયોગમાં લેવાનો રહેશે.

Student Module Login



Current Academic Year 2024-25 ક્લિક કરતા

School Information નું ડાયલોગ બોક્સજોવા મળે તે Close કરશો ...

School Dashboard માં ધોરણ અને વર્ગોની વિગતો તેમજ સંખ્યા જોવા મળશે.



જેતે ધોરણમાં કે વર્ગમાં Last Line માં VIEW/ Manage જોવા મળે તેના પર Click કરતા તે વર્ગમાં બાળકોની યાદી જોવા મળશે.

Class/Grade & Section Wise Enrolment Details (2024-25)

બાળકના ધોરણ અને નામ સામે છેલ્લી કોલમમાં Last Updated માં GP પર ક્લિક કરી તેમાં બાળકની વિગતો જોવા મળશે. 4.1.1Student's Name (as per School Record) આ વિગતોમાં કોઈ સુધારો થશે નહિ એટલે માત્ર તમારી શાળાના બાળકોની વિગતોમાં 4.1.7Aadhaar Number of Student  આધારકાર્ડ નંબર પહેલા

[] Do you want to change AADHAAR Details in SDMS? ટીક કરતા તેમાં સુધારો કરી શકાય છે અને GP બાળકોની જન્મ તારીખ,Male /Female જેવા સુધારા આધાર કાર્ડ મુજબ કરી શકાય છે

તમામ વિગતો સાચી ભરાઈ જાય પછી જ અંતે આપેલ Save બટન Click કરતા વિગતો સચવાઈ જાય છે Next કરવાની જરૂર નથી જો Next આપવામાં આવે તો ત્રણ વખત Next કરી Complate Data ક્લિક કરવું. અને માત્ર GP જ ગ્રીન થયેલું જોવા મળશે. તમામ બાળકોના GP ગ્રીન થઇ જાય પછી નીચે મુજબ પ્રક્રિયા કરવી.

List of All Student

તમામ વિદ્યાર્થીઓના GP ગ્રીન કરી ત્યારબાદ ડાબી બાજુના મેનુમાંથી List of All Student પર ક્લિક કરતા Active Student Click કરતા તેમાં સમગ્ર શાળાના બાળકોનું લીસ્ટ જોવા મળશે.



અહી ઉપર આપવામાં આવેલ Class અને Aadhaar Status Pending સેટ કરતા જે બાળકોના આધાર વેરીફીકેશન બાકી છે તેનું લીસ્ટ જોવા મળશે.

અહી Aadhaar Validate કોલમમાં દરેક બાળક સામે Validate Adhar UIDAI બ્લુ કલરમાં જોવા મળે તેના પર ક્લિક કરતા Status : Verified From UIDAI against Name, Gender & DOB ગ્રીન થયેલું જોવા મળે તો આધારકાર્ડ મુજબ બાળકની વિગતો સાચી છે અન્યથા Status : Verification Failed From UIDAI અને કારણ જોવા મળશે



તેના આધારે જો Failed થાય તો  બાળકના નામ પર ક્લિક કરતા બાળકનું GP ડાયરેક્ટ ઓપન થશે અથવા ફરી School Deshboard જઈને GPમાં ફરી વખત સુધારા કરવાના રહેશે. 



તમામ બાળકોના Aadhaar Verify ગ્રીન થયેલ છે ત્યારબાદ જ APAAR ID જેનરેટ પ્રક્રિયા કરવાની રહેશે. અહી વિદ્યાર્થીઓની યાદી જમણી બાજુ સૌથી ઉપર આપેલ  Download Excel કરવાથી બાળકોની યાદી મળી જશે. આ EXCEL Downloal થયા પછી તેમાં છેલ્લી કોલમમાં એક ફોર્મુલા ટાઇપ કરતા [=match(c6,u6:u100,0)]જે બાળકોના નામ સામે 1 જોવા મળે તે બાળકોના APAAR card જનરેટ તમારા દ્વારા થઇ શકાશે.

APAAR ID GENERATE PROSESS  

·         ડાબી બાજુમાં આપેલ APAAR Module ક્લિક કરતાSorry, No Record Found જોવા મળશે

·         ઉપરના ભાગે આપેલ Class/Grade અને Section સેટ કરતા તે ધોરણ અને વર્ગના બાળકોની યાદી જોવા મળશે.

·         


·         તેની સામે છેલ્લી Action કોલમમાં દરેક બાળક સામે GENERATEજોવા મળશે તેના પર ક્લિક કરતા બાળકની Basic Information of Student જોવા મળશે
·         તેમાં Student Name:.................................. અને Name as per AADHAAR................................... સમાન હશે તો જ અપાર જનરેટ થશે.અન્યથા FAIL થશે. .
·         I ................... (વાલીનું નામ ): સબંધમાં પિતા/માતા/પાલક my Identity Proof as  આધાર/pan/ લાયસન્સ/epic/પાસપોર્ટ.
·         વાલીના  ડોક્યુમેન્ટ નંબર............જેવું બાંયધરી પત્રક શાળાએ હાર્ડકોપીમાં મેળવેલ હોય તે વિગતો અહી દાખલ કરવી. અને Place of Physical Consent  માં ..................   સ્થળનું નામ માત્ર શબ્દોમાં લખવું તેની સાથે અંક નહિ ચાલે Date of Physical Consent ................ તારીખ કેલેન્ડર ખોલી સેટ કરવી.

·          

·         


·         નીચેના ડાયલોગ બોક્સમાં આચાર્યનું નામ બતાવશે તેમાં ફેરફાર હોય તો તે બદલી શકશે.

·         submit કરતા રીકવેસ્ટ સેન્ટ કરવામાં આવશે. બીજા દિવસે અપાર નંબર જનરેટ થયેલ જોવા મળશે અથવા Fail થવાનું કારણ જોવા મળશે...

·         શાળાના બાળકોની સંખ્યા અને School Dashboardમાં જોવા મળતી સંખ્યામાં ફેરફાર હોય તો Student Movement & Prograssion ના ડ્રોપડાઉનમાં Progression Activity click કરતા Progression Module નીચે Go ક્લિકકરતા Section Class and Section સેટ કરી Go કરતા લીસ્ટ ખુલશે. આ લીસ્ટમાં  ધોરણ આગળવર્ષ મુજબ હશે જેમાં Progression Status Promoted/ Pass with Examination



 

·         આ વિગતો ભરી UPDATE કરતા બાળકની વિગતો અપડેટ થઇ જશે.

·         જો કોઈ બાળક 13/06/2024 પહેલા શાળામાંથી નીકળે તો Left school with TC કરવાથી આ બાળક શાળામાંથી નીકળી જશે. પણ જો બાળક 13/06/2024 પછી શાળામાંથી જાય તો આ વિગતો ડાબી સાઈડ મેનુ માંથી Transfer Certificate Module / Mark Dropout ક્લિક કરતા

·          

·          


·          

·         વિદ્યાર્થીનો પેન નંબર નાખી Go કરતા બાળકની વિગતો જોવા મળશે. અને નીચે Left school Alredy with TC અથવા Mark Dropout કરવાથી બાળકનું નામ શાળામાંથી નીકળી જશે.


DDownload pdf click here


·         Import Module

·         આ મોડ્યુલ મુજબ શાળામાં અભ્યાસ કરતા બાળકનું નામ બતાવતું ના  હોય તો Import Within state->  કરતા શાળા પાસે આ બાળકનો PEN નંબર અને જન્મ તારીખ હોવી જરૂરી છે. તો આ બાળક udise+ શાળામાં દાખલ કરી શકશે

·         જો શાળા પાસે . PEN નંબર અને જન્મ તારીખ ના હોય તો ?

Dropbox/Inactive Student List-> Go



State: Gujarat, District............., Block.........., School..................., (શાળાનો ડાયસ કોડ )જેવી વિગત  ડ્રોપ ડાઉનમાંથી સેટ કરી Search કરતા એ શાળાનું Dropbox લીસ્ટ જોવા મળશે. આ લીસ્ટની સામે Import ઓપ્સન પર ક્લિક કરતા બાળકની દાખલ તારીખ અને વર્ગ સેટ કરી Import કરી શકાય છે. આ બાળકની GP અપડેટ કરી એક્ટીવ studentમાં આધાર validation કરી અપાર જનરેટ કરી શકાય છે.
અન્ય અગત્યની સૂચનાઓ 
૧. GP માં દરેક બાળકોના વાલીના મોબાઈલ નંબર નાખવા ફરજીયાત છે. એક નંબર વધુમાં વધુ 10 વખત ચાલે 

A .જો બાળકો Drop Box ના મળે તો નામ એડ કરવા માટેનું ફોર્મ  S02 ડાઉનલોડ 

B.જો બાળકના આધારકાર્ડ અને શાળાના રેકર્ડ મુજબ નામ સુધારવા માટે S03 ડાઉનલોડ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

thank you for comment

whatsaap

Join WhatsApp Group Join Now